ઇ. સ. ૧૯૯૭માં કૈયલ માં પૂનમ ભરવાનું પ્રારંભ કર્યું ત્યારે માડીએ સેવકોને કહ્યું કે દર્શનાર્થે આવતા દરેક યાત્રિકને ભોજન તો કરાવવું જ છે. આ તબકકે માડી પરિવારના દરેક સેવકનો એકજ પ્રશ્ન હતો કે આટલા બધા લોકોને પ્રસાદ આપવાનું કઈ રીતે શક્ય છે? ત્યારે પૂ.માડીનો ખૂબજ સરળ જવાબ હતો, સેવા ભાવના રાખીશું તો માં મેલડી સહુ ભક્તોને જાતેજ ભોજન કરાવશે. ત્યારથી આજ સુધી દર પૂનમે લગભગ ૫૦૦૦ થી ૭૦૦૦ યાત્રિકો પ્રસાદ અને માંના આશીર્વાદ મેળવે છે.
ભાવિકભક્તોની લાગણીપૂર્વકની અરજ અને શ્રદ્ધાળુઓની સગવડતામાટે જયારે પૂ.માડીને મંદિરના નવીનીકરણની વાત કરી ત્યારે તેઓએ માતાજીની ઈચ્છા જાણી અને નૂતન મંદિર બનાવવાની રજા આપી. જેના કારણે આજે હર્ષોલ્લાસ સહ મંદિરના નવીનીકરણનું કામ ચાલુ છે. આમંદિર અને સમગ્ર પરિસર બનાવવાનો અંદાજીત ખર્ચ રૂ. ૧૫કરોડ છે. આ નૂતન મંદિરનો મુખ્ય હેતુ છે ‘ભજનઅનેભોજન’. આ પરિસરમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સર્વે ભક્તોને ભોજન પ્રસાદ માટે આધુનિક અને સંપૂર્ણ સુવિધા યુક્ત ભોજન શાળાનું પણ નિર્માણ હાથ ધારેલ છે. આ ઉપરાંત સાધુ સંતો માટે એક સત્સંગ સભા ખંડ પણ બનાવવા નું આયોજન છે. જ્યાં જીવન જીવનનો સાચો રસ્તો સંતો દેખાડશે. શ્રદ્ધાળુઓ માટે અદ્યતન સગવડવાળી ધર્મશાળા બનાવવાની છે, જ્યાં તેઓ જીવનનો સાચો માર્ગ પામે અને પરમ શાંતિનો અનુભવ કરે. આ નૂતન મંદિરમાં માતાજી ની ભવ્ય અને અલૌકિક પ્રતિમા હશે જેના દર્શન માત્ર થી સર્વ દુખોમાંથી મુક્તિ મળશે.
અત્યાર સુધી તો જય માડીસેવા પરીવારના સેવકો જ તમામ ખર્ચ ને અંદર અંદર વહેચી લેતા આવ્યા છે.પરંતુ વધતી જતી ભક્તોની સંખ્યાઅને નૂતન મંદિર માટેનો ખર્ચ, આ બધાને પહોચી વળવું કોઈ પણ વ્યક્તિ માટે આકાશ કુસુમવત છે. તેથી જ આજે માં મેલડીના દરેક ભક્તો સમક્ષ યથાશક્તિ યથાભક્તિ આ મંગલકાર્યમાં સહાયરૂપ બની આજીવન પુણ્યનું ભાથું બાંધી લેવા માટે હાકલ કરવામાં આવે છે.