પૂનમ
ઇ. સ. ૧૯૯૭માં કૈયલ માં પૂનમ ભરવાનું પ્રારંભ કર્યું ત્યારે માડીએ સેવકોને કહ્યું કે દર્શનાર્થે આવતા દરેક યાત્રિકને ભોજન તો કરાવવું જ છે. આ તબકકે માડી પરિવારના દરેક સેવકનો એક જ પ્રશ્ન હતો કે આટલા બધા લોકોને પ્રસાદ આપવાનું કઈ રીતે શક્ય છે ? ત્યારે પૂ.માડીનો ખૂબજ સરળ જવાબ હતો, સેવા ભાવના રાખીશું તો માં મેલડી સહુ ભક્તોને જાતેજ ભોજન કરાવશે. ત્યારથી આજ સુધી દર પૂનમે લગભગ ૫૦૦૦ થી ૭૦૦૦ યાત્રિકો પ્રસાદ અને માં ના આશીર્વાદ મેળવે છે.
પાટોત્સવ (શરદપૂનમ)
દર વર્ષની શરદ પૂનમના રોજ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રધ્ધાળુઓ માં ના દર્શન કરી, પ્રસાદ લઈને ધન્ય બને છે. પાટોત્સવના દિવસે સવારે ધર્મ ધજાનું આરોહણ થાય છે. માતાજી ની આરતી થાય છે અને મેલડી માતાજીએ જાતે આપેલી શાલના દર્શન કરાવવામાં આવે છે. પાટોત્સવ નિમિતે ૩૧ કુંડીનો યજ્ઞ કરવામાં આવે છે.જેમાં ઉપયોગી તમામ સામગ્રી જય માડી સેવા પરિવાર તરફથી આપવામાં આવે છે. અહિયા દરેક કાર્યમાં પૂ.માડીને સાક્ષાત મેલડી માતાજી પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પડે છે. યજ્ઞમાં શ્રીફળ હોમ્યા પછી માડીનો થાળ ગાવામાં આવે છે કે સ્વયં મેલડી માતાજી પ્રસાદ માટે આવતા હોય તેવું અદભુત અકલ્પનીય અલૌકિક વાતાવરણ ઉભું થાય છે. તે સમયે શ્રધ્ધાળુ, સંતો અને મહંતો એટલા ભાવ માય બની જાય છે કે દરેક ની આંખમાં હર્ષના અશ્રુ ઉભરી આવે છે. દરેક સેવકોનું રોમરોમ આનંદ થી ઝૂમી ઉઠે છે. અંતમાં, પૂ. માડી તેમના હાથમાં જ્યોત પ્રગટાવી આરતી કરે છે. આ આરતી એટલે માંના દર્શન. લાખોશ્રદ્ધાળુઓઆ આરતીનો લ્હાવો માણીને પોતાનું જીવન ધન્ય બનાવે છે.